Home   M.J.M. Public Library
M.J.M. Public Library

સોસાયટી સંચાલિત શિક્ષણ-સંસ્થાઓનો વિકાસ થતાં મોરબીમાં શિષ્ટવાચનની વિશેષ સુવિધાની આવશ્યકતા ધણાં સમયથી અનુભવાતી હતી. પ્રજાના તમામ વર્ગોને શિષ્ટ અને સંસ્કારી ઇતર-વાંચનની પુર્તિ થાય એવા ઉમદા હેતુથી પ્રેરાઇને સોસાયટીના ટ્રસ્ટી મુ. શ્રી સુખલાલભાઇ મહેતાએ માતભર દાન અર્પણ કરતાં ૧૯૮૩થી મોરબી શહેરની મધ્યમાં  “શ્રી રસિકલાલ શેઠ બોયઝ હાઇસ્કુલ” ના વિશાળ પ્રાંગણ્માં સોસાયટી દ્વારા સ્વત્ર સુવિધાવાળુ કલાત્મક ધાતવાળુ મકાન કાઇબ્રેરિ માટે બનાવવામાં આવેલ છે.

“ શ્રી મનસુખલાલ જીવરાહ મહેતા પબ્લિક લાઇબ્રેરિ” નુ મગલ –ઉદધાટન શહેરના સભાવિત નગરજનોની ઉપસ્થિતિમાં સોસાયટીના માનાહ મત્રી શ્રી છ્બીલાલભાઇ સધવીના વરદ હસ્તે સં પત્ર થતાં , મોરબીની શૈક્ષણિક સુવિધાઓમાં એક વધુ પ્રોત્સાહક ઉમેરો થયો .

લાઇબ્રેરિમાં જ્ઞાના, વિજ્ઞાન, ધર્મ, દર્શન , અધ્યાત્મ, સાહિત્ય એમ અનેક વિધ વિષયોના શિષ્ટ પુસ્તકો વસાવવામાં આવેલ છે. ગુજરાત સરકારે આ સસ્થાને નિભાવ- ગ્રાન્ટ આપવા સ્વીકાયુ” છે. પરંતુ તે રકમ ધણી ઓછી હોય છે. તાજેતરમાં સ્વ. શ્રિ મનસુખલાલ નાં સુપુતત્રો સવંશ્રી સુખ્લાલભાઇએ શિષ્ટ અને સંસ્કારી પુસ્તકો ગ્રંથાલયમાં વસાવવા માટે વધુ રૂ।. ૧૦૦૦૦-૦૦ નું દાન સોસાયટીને અપણુ ક્ર્યુ છે. સોસયટી દ્ર્રારા પ્રતિવર્ષ ૧૫૦૦૦-૦૦ રૂ।. ના પુસ્તકો વસાવવાનો લક્ષ્યાંક છે.

હલ ગ્રથાલય/ વાચનાલયમાં ૧૮ માસિક, ૧૦ સાપ્તાહિક ૬ સામયિક મેગેઝિન મંગાવવામાં આવે છે.ગ્રથાલયમાં ૩૩ આજીવન સભયો અને અનેક વાચકો સભ્યો બન્યાં છે. બાળકો, બહેનો, યોવાનો વૃધ્ધો તમામ સ્ભયો લાભ લઇ શકે તેવી સુવિધાવાળા આ ગ્રથાલય નો ઉત્ત્રરૌઉત્તર વિકાસ થઇ રહ્યો છે.

સંસ્થાની સંચાલન સાથે સમિતિના શ્રી ભાનુભાઇ જાતીના માર્ગદર્શન સાથે સભ્યો સર્વશ્રી દુલેરાયભાઇ સંધવી, ડો . વી. આર . પરિખ પ્રા. ડી. કે. પંડ્યા સરોશ વાડીયા તથા એમ. એ. આચાર્ય લાઇબ્રેરિ ના વિકાસ માટે અવિરત પરિશ્રમ લઇ રહ્યા છે.