Home   Rasiklal Sheth Boy's High School
Rasiklal Sheth Boy's High School

મોરબિના શૈક્ષણિક વિકાસની સાથે સુસંગત થાય તે માટે સોસાયટી દ્વારા એક બોયઝ હાઇસ્કૂલ સ્થાપવા નિર્ણ્ય થયો ત્યારે તત્કાળ સોસાયટીના નિવર્તમાન પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી સ્વઃ રસિકલાલભાઇ શેઠ્ના સુપુત્ર તથા સોસાયટિના ટ્રસ્ટી શ્રી હસમુખભાઇ શેઠ દ્વારા રૂ. ૧,૦૦,૦૦૦-૦૦  નું માતબર દાન સોસાયટીને મોરબીમાં “શ્રી રસિકલાલ પ્રભાશંકર શેઠ બોયઝ હાઇસ્કૂલ” ની સ્થાપના માટે પ્રાપ્ત થયું. શાળાના મકાન માટે મોરબી શહેરની મ્ધ્યમાં મ્યુનિસિપાલિટિ દ્વારા વિશાળ પ્લોટ સોસાયટિને અર્પણ કરવામાં આવતા સોસાયટીના શુભેચ્છક દાતાઓના અપુર્વ સહકારથી રૂ. ૪,૫૦,૦૦૦-૦૦ ના ખર્ચે શાળાનું ભવ્ય મકાન બાંધવામાં આવ્યું.

શાળાના નિષ્ણાત, અનુભવ-સંપન્ન અને અધ્યનશીલ, શિક્ષકો સર્વ શ્રી ડી. એન. રાવલ, સી.કે. દવે, એમ.વી. પંડ્યા, બી.એમ. પારેખ, એચ.વી.જંગરી, કે. વી. અઘારા, એમ.જે.ઠાકર , એન. એસ. શર્મા, ડી.પી. પિત્રોડા, સી.જી. કૈલા, સી.એસ. ઠાકોર, જી.પી. જાડેજા, જે.આર. રાવલ, એન. બી. પારઘી, એ. એમ. ત્રિવેદી તથા પ્રિ. શ્રી એમ. એ. આચાર્યના દર્ષ્ટિ સંપન્ન માર્ગ-દર્શન અને પ્રોત્સાહનને કારણે શાળાના વિધાર્થિઓએ ઉજ્જવળ પરિણામોની પરંપરા શ્થાપેલ છે. માર્ચ ૮૪ માં એસ. એસ. સી પરીક્ષામાં ૮૫% ગુણ સાથે ઉતિર્ણ થયેલા  શ્રી જીતેન્દ્ર કૈલાને માધ્યમિક શિક્ષણ બોર્ડ, સોસાયટી અને રોટરી-દ્વારા પારિતોષિકોથી સમ્માનિત કર્યો છે.

શૈક્ષણિક સાધનોથી સુ-સજ્જ, અધતન અને વિશાળ પ્રયોગશાળા તથા પુસ્તકાલય, વિશાળ પ્લે- ગ્રાઉન્ડથી સુ-સજ્જ શાળામાં વિધાર્થીઓના વ્યક્તિ વિકાસ અને શૈક્ષણિક- કારકિરર્દીના ઘડતર મતે આયોજન કરવામાં આવે  છે.

ધો. ૮ થી ૧૦ ના ૧૨ વર્ગોમાં ૫૭૦ વિધાર્થીઓ હાલ અભ્યાસ કરે છે. શૈક્ષણિક, સહશૈક્ષણિક પ્રવૃતિઓનો સુમેળ થાય તેમ રાષ્ટ્રીય- પર્વો, સ્વયં-શિક્ષક દિન, શિક્ષક દિન, ધ્વજ દિન, અંધજન દિન નિમિતે કાર્યક્રમો યોજી વિધાર્થીઓને સમાજ – જીવન-ઉપયોગી પ્રવૃતિઓની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવે છે.