Home   Trustee
Trustee
blog3.jpg
સ્વ. શ્રી રસિકલાલ પ્રભાશંકર શેઠ

મોરબીના નગરશેઠ જેવા ઉમદા, પ્રતિષ્ઠિત કુટુંબના આ પરોપકાર-પરાયણ અને ધર્મ-નિષ્ઠ સુપુત્ર સ્વ. શ્રી રસિકલાલ ભાઈ સમુદાર અને મિલનસાર સ્વભાવી હતા. સોસાયટીના આ નિવર્તમાન પ્રમુખશ્રીએ સંસ્થાના ઉતરોતર વિકાસ માટે અવિશ્રાન્ત અને અવિરત ભગીરથ પુરૂષાર્થ કર્યો હતો. મુંબઈની સુવિખ્યાત મે. કોન્વેસ્ટ પ્રા. લી. તથા મે. એસોસીએટેડ ઓટો પ્રા. લી. ના ડિરેકટર તરીકે તેઓશ્રીએ યશસ્વી કામગરી બજાવી હતી. ધર્મ અને સમાજ-સેવાના અનેક કાર્યોમાં ઉદાર દીલે દાન-ગંગા વહાવી તેમણે લક્ષ્મીનો  સદુપયોગ કર્યો. સોસાયટીના પ્રારંભક પ્રમુખશ્રી રસિકલાલભાઈ અને તેમના પરિવાર તરફથી મોરબીમાં ગર્લ્સ હાઈસ્કૂલ, બોયઝ હાઈસ્કૂલ, માટે માતબર દાનો અર્પણ થયા છે.મુંબઈની 'માનવ-મંદિર', "શ્રી નંદકુવરબહેન રસિકલાલ શેઠ હુન્નરશાળા," "જૈન કલીનીક" તથા 'મધ્યમ વર્ગ માટે ભોજનાલય' જેવી અનેક સંસ્થાઓના વિકાસ માટે લાખો રૂ।. ના દાન તેઓશ્રીએ સ્રમર્પિત કર્યા છે. જ્ઞાતિ અને સમાજ માટે પોતાના મિત્રવર્તુળમાંથી લાખો રૂ।. ના દાન એકત્ર કરી આપ્યા છે. નિરભિમાની, નમ્ર અને નિખાલસ એવા શ્રી રસિકલાલભાઈ સોસાયટીનાં અનેક પ્રકલ્પોના પ્રણેતા અને પ્રેરણાદાતા રહા હતા. એક સમર્થ અને નિખાલસ એવા શ્રી રસિકલાલભાઈ સોસાયટીનાં અનેક પ્રકલ્પોના પ્રણેતા અને પ્રેરણાદાતા રહા હતા. એક સમર્થ અને સત્વશીલ સુકાની તરીકે તેઓશ્રીએ તા. ૨૭-૧૨-૬૬ સુધી-જીવનની અંતિમ ક્ષણ સુધી-સોસાયટીને સેવાઓ અર્પી હતી.

    રૌપ્ય-મહોત્સવ પ્રસંગે સ્વ. શ્રી રસિકલાલભાઈ "પુણ્ય સ્મ્રુતિ " ને  અંજલિ અર્પીએ છીએ...

blog3.jpg
શ્રી ગૌરીશંકરભાઈ દુર્લભજી દફતરી

જે જમાનામાં ઉચ્ચ કેળવણી અને ખાસ કરીને ટેકનિકલ વિદ્યાશાખાની ડીગ્રી વગેરે સમાજના સદભાગી અને સમૃદ્વ વર્ગનોજ ઇજારો લેખાતાં હતાં, ત્યારે મોરબીના સુપુત્ર શ્રી ગૌરીશંકરભાઈ B. E. ની પરીક્ષામાં First Class Firstની કક્ષા પ્રાપ્ત કરીને ઉતીર્ણ થયા, એ ખરેખર એક અભૂતપૂર્વ અને વિરલ સિધ્ધિ કહી શકાય. ત્યાર પછી તરત જ તેમણે પોતાની યશસ્વી અને ઉજ્જવળ કારકીર્દિનો આરંભ તે વખતની-બ્રિટિશ યુગની-મુંબઈ સરકારમાં Executive Engineer તરીકે કર્યો તેમની એકનિષ્ઠ કર્તવ્યપરાયણતા, કાર્યદક્ષતા અને પ્રામાણિકતાથી પ્રસન્ન થઈને સરકારે તેમને Superintending Engineer સુધીની ઉતરોતર બઢતી આપી. એમનાં સરકારને એટલો બધો સંતોષ હતો કે નિવૃતિ માટે તેમની ઉંમર થઇ ગઇ હોવા છતાં, એક ખાસ અપવાદ તરીકે, તેમને એક વધુ વર્ષ નોકરીમાં ચાલુ રાખીને , મુંબઇ રજ્યના Chief Engineer નો સર્વોતમ હોદ્દો આપ્યો, જે માન મેળવવા માટે એઓશ્રી સર્વપ્રથમ હિંદી હતા. તે વખતે તેમની નીચે અનેક યુરોપિયનોએ કામ કર્યું છે, એ તેમની નિષ્ઠા અને નિપુષ્ણતાનું એક સાચું પ્રમાણપત્ર છે.

આજે તેઓશ્રી નિવૃત જીવન ગાળે છે અને સોસાયટીના ટ્રસ્ટી તથા ઉપ-પ્રમુખ તરીકે સારી સેવા આપી રહા છે. તેમનાં સર્વ સંતાનો-પુત્રો તેમજ પુત્રીઓ-ગ્રેજ્યુએટ છે, જેમાં ડોક્ટરો, એંજિનિયરો અને B. Com. જેવા વિવિધ વ્યવસાયોનો સમાવેશ થાય છે.

blog3.jpg
સ્વ. શ્રી પરશુરામ બી. ગણપૂલે

સમસ્ત  ભારતમાં જ નહિ પરંતુ હવે એશિય અને પુતોપના પણુ દેશોમાં પ્રખ્યાત એવા ભારતભરના સર્વ પ્રથમ પોટરી ઉધોગ પરશુરામ પોટરી વર્કસના સ્થાપક અને સોસાયટીના નિવર્તમાન ઉપ-પ્રમુખ એવા આપ્ત જનોમાં "દાદા" ના બહુમાનથી સુપરિચિત સ્વ. શ્રી પરશુરામ દાદા તો સાહસ અને સ્વાશ્રયના મૂર્તિમંત સ્વરૂપ હતાં

નિરભિમાની અને માનવતાવાદી, શિક્ષણ અને સંસ્કારના પરમ ઉપાસક મુરબ્બીશ્રી પરશુરામદાદાએ સોસાયટીનાં અનેક શૈક્ષણિક અને આમાજિક સેવા-પ્રકલ્પોમાં ઉદારતાથી ઉષ્માભરી સહાય અર્પી છે.

મોરબીવાસીઓમાં તેઓશ્રીની આત્મીય દિલાવરીનાં સંસ્મરણો આજે પણ તાજગી ભર્યાંજ છે.

ઉધોગ અને શિક્ષણને સંબંધ છે ત્યાં સુધી આધુનિક મોરબીના સિલ્પઓમાં શ્રી પરશુરામદાદા મોખરે રહા હતા.

સોસાયટી તેઓશ્રીની સેવાઓને શ્રદ્વાપૂર્વક વંદન કરે છે.

blog3.jpg
સ્વ. શ્રી મોહનલાલ લાલચંદ સંઘવી

સૌરાષ્ટ્રની ગુજરાત પ્રતિષ્ઠા-પ્રાપ્ત, માતબર, રૂની પેઢી મેસર્સ "કીરચંદ સુંદરજીની પેઢી" ના સમર્થ સંસ્થાપક અને

સૂત્રધાર સ્વ શ્રી મોહનલાલભાઈ સંઘવી સર્વોદય એજ્યુકેશન સોસાયટીના નિવર્તમાન ઉપ-પ્રમુખ હતા. સોસાયટીનાં મોરબી ખાતેનાં તમામ પ્રકલ્પોમાં મુરબ્બીશ્રીની ઊંડી-વ્યવહાર-સૂઝ, કુનેહ અને કાર્ય દક્ષતાનો લાભ સોસાયટીનાં કાર્ય કરોને સાંપડયો હતો.  જીવનની અંતિમ ક્ષણ સુધી શહેરની અનેક ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓને તેમનું માર્ગદર્શન પ્રાપ્ત થતું રહાં હતું. જીવદયાના પરમ ઉપાસક મુરબ્બી શ્રી ધર્મોપાસક અને અડગ અભિગ્રહી હતા. "મોરબી કોટન મરચન્ટસ એસોસિએશન"  ના આજીવન પ્રમુખ તરીકે મોરબીના વ્યાપાર ઉધોગ સાથે ઘનીષ્ઠ રીતે સંકળાયેલાં હતાં.

રૌપ્ય મહોત્સવ પ્રસંગે મુ. શ્રી મોહનલાલભાઈની સેવાઓને ક્રૂતજ્ઞભાવે સંસ્મરીને ધન્યતા અનુભવીએ છીએ. અને વિનમ્ર ભાવે સ્મરણાંજલિ સમર્પીએ છીએ.

blog3.jpg
શ્રી સ્વ. મગનલાલભાઈ પી. દોશી

મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાના દાનવીર નર-રત્ન શ્રી મગનલાલભાઈ દોશી સોસાયટીના આધસ્થાપકોમાં અગ્રણી હતા. જિવનપર્યન્ત સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જે અવિસ્મરણીય સેવઓ આપી છે તેનું મૂલ્ય આંકી શકવું અશકય છે. " My duty is my plesure"

એ વાક્યને જીવનમાં ચરિતાર્થ કરનાર શ્રી મગનલાલભાઈ દોશીએ મુંબઈમાં સી. પી. દોશી એન્ડ કું દ્વારા એક્ષપોર્ટના વ્યવસાયમાં ભારે નામના પ્રાપ્ત કરી હતી. સંસ્કારપરાયણ, ધર્મવત્સલ,વિધાપ્રેમી મગનભાઈએ માતૃભૂમિ ટંકારામાં માધ્યમિક શાળા સ્થાપી છે. મુંબઈના " જૈન મિત્રમંડળ " ના તેઓ અગ્રણી હતા. મોરબીમાં સાયન્સ કોલેજ તથા હોસ્ટેલ માટે રાજકુટુંબ દ્વારા માતબર  દાન અર્પણ કરાવવામાં શ્રી મગનલાલભાઈની પ્રેરણા જ મુખ્ય હતી. જૈન સંઘ, જીવદયા મંડળ, તથા જૈન સેવાસંઘ દ્વારા સાધર્મી તથા જનસામાન્યોની સેવા દ્વારા સુવાસ પ્રસરાવનાર શ્રી સ્વ. મગનભાઈ દોશીની ઉમદા સેવાઓનું સોસાયટી સ-ગૌરવ સ્મરણ કરે છે.

blog3.jpg
સ્વ. શ્રી ગિરધરલાલ દામોદર દફ્તરી

સોસાયટીના આધ સસ્થાપલકોમાં આગણ્રી તથા જીવન પર્યાત સોસાયતીના મનાહ-મંત્રી તરીકે સેવાઓ આપનાર સ્વ. શ્રી ગિરધભાઇ માદરે વતન મયુરભુમિ મોરબીના અગ્રણી હીત- ચિંતક અને શુભેરછક રહ્યા હતા .મોરબબીના શૈક્ષક્ષીક વિકાશમાં તેમનાં,પ્રેરણા પ્રોત્સાહન અને સફળ પ્રય્ત્નોનું મુલ્ય અમુલ્ય છે. જૈન સિદ્દાંતાનુરાગી , સંસ્કારશીકલ, જ્ઞાતી અને સમાજની તન-મન ધન સેના કરી છુટનાર શ્રી ગિરધરભાઇ ,શું મુબંઇ કે શું મોરબી, લોકહીત અને જન કલ્યાન સેવાકીય કાર્યોમાં સદા સર્વમાંથી મતબાર દાનો મેળવી આપ્યા છે. મોરબી, કરછ્, બનાસકાંઠા, બિહારમાં દુષ્કાળ, ભૂકંપ રેલહાનોરત વાવાઝોડાં જેવી કુદરતી આપત્તિ સમયે અનેક રાહત-શિબિરોનું સંચાલન તેનણે કર્યું હતું. “હોસ્પિટલ, એજ્યુકેશન ટ્ર્સ્ટ” દ્દારા મોટિ રકમ દાનો એમને અર્પણ કર્યા છે. “જેન કલીનીક “ ના પ્રારંભક સ્થાપક તેઓશ્રી જ હતાં

આજીવન સમાજ-સેવાના ભેખધારી ધર્મપુરુષ ગિરધરભાઇની સેવાઓને ચતુર્વિધ સંધે “ કર્મયોગી” ના બિરુદથી વિભૂષિત કરી યથાયોગ સમ્માન પણ કર્યુ હતું.

સોસાયટી તેમની પુણ્ય-સ્મૃતિને “ સ્મરણાંજલિ “ સમર્પે છે.

blog3.jpg
શ્રી ગિરજાશંકર ઉમિયાશંકર મહેતા

માનસશાસ્ત્રીઓએ વ્યકિતત્વની કોઈ વ્યાવર્તક વ્યાખ્યા રચી નથી, પરંતુ "ગિજુભાઈ" ના લાડકા અને ટૂંકા નામથી મિત્રમંડળમાં પ્રિય થઈ પડેલી આ વ્યકિતનાં લક્ષણો અને વિશિષ્ટતાઓ પરથી "વ્યકિતત્વ" કોને કહેવું, એ સહેલાઈથી સમજી શકાય તેમ છે.

મોરબીની વી. સી. હાઇસ્કૂલમાંથી મેટ્રિક અને ભાવનગરની સામળદાસ કોલેજમાંથી બી. એ. પાસ કરીને તેઓથી મુંબઇ આવીને એલ.એલ.બી થયા.બીજા વિશ્વયુધ્ધના આરંભકાળમાં મુબઇ-રાજયનાં સચેવાલયમાં તેમણે સરકારી નોકારી સ્વીકારી , પણ સરકારી તત્રી રૂઢિગત શિથિલતા અને જડ્તા સામે તેમનુ કાર્ય પટુ માનસ બંડ પોકારી ઉઠયુ સચિવાલય છોડીને તેમણે સ્વ્તત્રં બુધ્ધિપ્રતિભાના વિનિયોગ-ક્ષેત્ર જેવા વ્યાપાર ઝ્પલાવ્યુ અને આજે છેલ્લા ૨૦ વર્ષ થયા Bombay drug house pvt.Ltd. ની વિતરણ-સંસ્થાનાં તેઓશ્રી અંતરાત્માં બની રહ્યા છે. યોગ વેચાણ અને વિતરણ વિના ઉત્પાદનની ધતિકર્તવ્ય્તા નથી, એ સુત્ર શ્રી ગિજુભાઇએ જીવનમાં આત્મસાત કર્યુ છે; શ્રીજી.પી નાયરના એક શ્રધ્ધે ય ભાગીદાર ઉપરાંત તેઓશ્રી તેમના મેધાવી, મર્મજ્ઞ, દિર્ધદ્રષ્ટિયુકત અને પ્રગ્લ્ભ- કલ્પના- શીલ સાથીદાર પણ નીવડ્યા છે. ધધાને ક્ષેત્રે Bombay Drug House Pvt.Let. ઉપરાંત Atul Stores Pvt.Led. અને અરૂણોદય મિલ્સ (મોરબી) ના તેઓશ્રી ડિરેકટર છે.

ધાર્મિક સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રોનો તેમને સક્રિય રસ,-દાદર સ્થાનકવાસી જૈન સધંના માનાહ મંત્રી અને ટ્રષ્ટી, જૈન એજ્યુકેશન સોસાયટી (મેબઇ) ના મહાન મંત્રી તેમજ આવા બિજા દશ- બાર સ્સાથાઓની કાર્યવાહક સ્ભ્ત તરીકેની તેમની યશ્સ્વી કારકીર્દિમાંથી-પ્રાતીત થાય છે.

મસ્તિષ્ક અને હદયના ગુણોના વિરલ-સુભગ સમન્વય સમા શ્રી ગિજુભાઇ આરંભથી જ સોસાતટીના મહાન મત્રી છે. અને એની સર્વ પ્રવૃતી કેન્દ્દ્સ્થાન બની રહ્યા છે.

blog3.jpg
શ્રી છબીલાલ મોહનલાલ સંઘવી

દેશાવરમાં રૂતની માતબર પેઢી તરીકે પ્રસિદ્વ “શ્રી કીરચંદ સુંદરજી સંઘવીની પેઢી”ના સૂત્રધાર, સંસ્કારશીલ, સેવાપરાયણ, જીવદયા અને અહિંસાધર્મના ઉપાસક, મોરબીના વ્યાપાર વાણિજ્ય ક્ષેત્રના મહાનુભાવી સરલ અને સહજ-વ્યક્તિત્વ સંપન્ન શ્રી છબીલાલ મોહનલાલ સંઘવીએ સર્વોદય ઍજ્યુકેશન સોસાયટીના સ્થાપનાકાળથી માનાહમંત્રી તરીકે અવિશ્રાન્ત અને અવિરત પરિશ્રમ અને પ્રબળ પુરૂષાર્થ કરી સોસાયટી અવિસ્મરણીય અને સીમાચિન્હ રૂપ સેવાઓ આપી છે.

એમનાં સફળ અને સમર્થ સંચાલનને કારણે સર્વોદય ઍજ્યુકેશન સોસયટીની તમામ શિક્ષણ સંસ્થાઓએ સમગ્ર સૌરષ્ટ્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. સતત અઢી દાયકાથી પણ વિશેષ સમય સુધી સોસાયટીના સમર્થ અને સત્વશીલ માનદ મંત્રી તરીકેની તેમની ‘મેનેજ્મેન્ટ’ અને ‘એડમિનિસ્ટ્રેશન’ અંગેની શિસ્તબદ્વ કાર્ય-પ્રણાલી દ્વારા મોરબીની અનેક ધાર્મિક, સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ પ્રાણવંત બની છે. તેઓશ્રીની સંસ્થા સંચાલનની વિશિષ્ટ સિદ્વિઓના પુરસ્કાર રૂપે તેમની ઘણાં વર્ષોથી સૌરાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓના એસોસિએશન “મેનેજમેન્ટસ ઓફ હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુશન્સ ઇન સૌરાષ્ટ્ર”ના મંત્રી તરીકે બીનસ્પર્ધાત્મક વરણી થતી રહી છે. મેનેજ્મેન્ટ્સ વતી અનેકવાર તેઓશ્રી રાજ્ય સરકાર સમક્ષ શિક્ષણની અનેક સમસ્યાઓના કાયમી ઉકેલ સૂચવી શિક્ષણના વર્તમાન પ્રવાહને યોગ્ય દિશાસૂચન નિમિત બન્યાં છે.

મોરબીમાં આધ્યાત્મિક, ધાર્મિક ક્ષેત્રે પણ તેઓ અહર્નીશ સેવારત રહા છે. સમાજ-સેવા, શિક્ષણ-સેવા, માનવ કલ્યાણ કે જનહિતની પ્રવૃતિઓમાં સદા સક્રિય માનાર્હ મંત્રી શ્રી છબીલાલભાઈ સંઘવી માટે સોસાયટી ગૌરવ અનુભવે છે. અને એમની સુદીર્ઘ સેવાપ અંગે કૃતજ્ઞતા અભિવ્યકત કરે છે.