શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી ને સરકારશ્રી તરફથી મોરબીમાં કન્યા કેળવણી માટે પૂર્ણ કક્ષાની હાઇસ્કૂલ પ્રારંભ કરવાની મંજૂરી મળતાં જૂન - ૧૯૬૧ થી ગર્લ્સ હાઇસ્કૂલનો પ્રારંભ થયો. પ્રારંભીક વર્ષોમાં ૧૧ વર્ગની ૪૮૦ વિધાર્થી સંખ્યાથી શરૂ થયેલી આ શાળામાં આજે ૩૬ વર્ગો અને ૧૫૩૧ વિધાર્થીનીઓ અભ્યાસ કરે છે. ૨૫ વર્ષના સમયગાળામાં આ શાળા આજે રાજકોટ જિલ્લાની અગ્ર-ગણ્ય અને સૌરષ્ટ્રની પ્રગતિશીલ શાળાઓમાં "અ" વર્ગનું માન-સ્થાન ધરાવે છે.
સોસાયટીના તત્કાલીન પ્રમુખ શ્રી રસિકલાલભાઇ શેઠ તથા તેઓશ્રીના લઘુ-બંધુ અને સોસાયટીના તત્કાલીન પ્રમુખશ્રી સ્વ. શ્રી જમનાદાસભાઇ શેઠ દ્વારા તેઓના માતુશ્રીના પુણ્ય સ્મરણાર્થે રૂ. ૭૧૦૦૦/૦૦ નું દાન પ્રાપ્ત થતા, વધતી જતી વિધાથી સંખ્યાને કારણે, સંસ્થાએ વધારાનું સ્વતંત્ર મકાન બનાવી " શ્રીમતી મણિબહેન પ્રભાશંકર શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ " નામ-કરણ કર્યુ. જૂન - ૧૯૭૦ થી ૨૯ વર્ગો સાથે ૧૩૭૪ ની સંખ્યા થતા શાળા બે પાળી-પધ્ધતિથી કામ કરતી રહી છે.
વિવિધલકક્ષી અભ્યાસક્રમનો પ્રારંભ , ૧૯૬૬ જૂનથી ગ્રૂહવિજ્ઞાનના વિષય સાથે થયો એ માટે ગૃહવિજ્ઞાન પ્રયોગ શાળાને અધતન સાધનોથી સુ-સજ્જ કરવામા આવેલ છે. જીવનોપયોગી વિષયોમાં ચિત્રકળા,સંગીત,સીવણના વિષયોની પસંદગી પણ આપવામાં આવે છે.
૧૯૭૬ જૂનથી , નવી તરાહનો અમલ થતાં આર્ટ્સ તથા કોમર્સ પ્રવાહ સાથે, ઉચ્ચતર માધ્યમિકના વર્ગો શરૂ કરવામાં આવ્યા. શિક્ષણનો વ્યાપ વધતા ૧૯૮૩ જૂનથી ઉચ્ચતર માધ્યમિકના વિભાગમાં સાયન્સ પ્રવાહનો અભ્યાસક્રમ આશરે ૭૫૦૦૦/- રૂ।. નો ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ છે. ભૌતિક રસાયણ અને જીવવિજ્ઞાનની અધતન પ્રયોગશાળાઓ મોરબી - માળિયા વિસ્તારની તેજસ્વીની વિધાર્થિનીઓ માટે આશીર્વાદ સમાન બની છે.
૧૯૭૫થી શાળામાં જ્યુનીયર એન. સી. સી. ગર્લ્સ બટેલીયન શરૂ કરવામાં આવી છે.૧૦૦ ગર્લ્સ કેડેટ્સના ઓફિસર તરીકે કુ.બી.પી. આશર સેવાઓ આપે છે.
શાળામાં આંતરરાષ્ટ્રીય સેવા-સંસ્થા રોટરી-કલબની યુવાશાખા "ઇન્ટર-એક્ટ" ની શાખા કુ. પ્રેરણા મધુસુદનભાઇ વોરાના અધ્યક્ષપદે કામગીરી સંભાળે છે, ૫૦ વિધાર્થિનીઓની આ 'ટીમ' પૂર-હોનારત,દુષ્કાળ,અતિ-વૃષ્ટિ જેવી કુદરતી આફતો વખતે સેવાઓ આપે છે. તેજસ્વી અને અર્થિક અવલંબનની જરૂરિયાતવાળી વિધાર્થિનીઓને સહાય કરે છે.
ધ્વજદિન, અંધજનદિન,શિક્ષણદિન નિમિતે કાર્યક્રમો યોજાય છે. કુદરતી આપતિ પ્રસંગે શાળાના શિક્ષકો,વિધાર્થિઓ સ્વૈચ્છિકદાન અર્પણ કરે છે. તેજસ્વી અદ્યયન - અધ્યાપકની પરંપરા સાથે વિધાર્થિનીઓમાં રહેલી સુષુપ્ત સાહિત્યક, સાંસકૃતિક કલાઓ પ્રત્યેની અભિજાત અભિરુચિઓનાં વિકાસ અને અભિ-વ્યક્તિની તકનો સુમેળ સાધવામાં આવે છે. પ્રતિવર્ષ સ્વ. મૃણાલિનીબહેન દેસાઇ સ્મૃતિ વિજય પદ્મ રાસોત્સવ તથા નિબંધ,વકતૃત્વ, વગેરે સ્પરધાઓનું આયોજન થાય છે. યુવક મહોત્સવમાં રાજયકક્ષા સુધી લોકનૃત્ય, વકતૃત્વ , એક-પાત્રીય અભિનયમાં આ શાળાની વિધાર્થિનીઓએ નામના મેળવી છે.
૧૬ એમ.એમ. પ્રોજેક્ટર દ્વારા વિધાર્થિનીઓને શૈક્ષણિક ફિલ્મો દ્વારા વિવિધ વિષયોનું જ્ઞાન આપવામાં આવે છે. સુલેખન સ્પર્ધામાં રજતચંદ્રકો શાળાને પ્રાપ્ત થયેલા છે. સુલેખનનું શીલ્ડ પણ પ્રાપ્ત થયું છે.
૧૯૮૨ સપ્ટેમ્બરમાં આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી શાળાની વિધાર્થિનીઓ, આચાર્યો,શિક્ષકો અને વાલીઓ વચ્ચે આયોજિત "શૈક્ષણિક પરિસંવાદ" પ્રસારિત થયો હતો. ધો. ૧૦ ના બહેનોને માટે વ્યાવસાયિક અભ્યાસક્રમો અંગે માહિતી અને માર્ગદર્શ્ન માટે દૈનિક તાસની ફાળવણી કરી છે. પ્રતિ વર્ષ "સહકાર" શિક્ષણના વર્ગોનું આયોજન થાય છે.
શાળાના ભૂતપૂર્વ આચાર્યાઓ શ્રી સ્નેહલતાબહેન પટેલ શ્રી પારુલબહેન દેસાઇ, શ્રી ભાનુબહેન રાવલ દ્વારા પ્રસ્થાપિત ઉચ્ચ પરંપરાઓ વર્તમાન આચાર્યા શ્રી સુમનબહેન દેવધર જાળવી રહયા છે. શાળાના વિકાસમાં સેકન્ડ હેડ તરીકે શ્રી આઇ.એચ. મહેતાએ નોંધનીય ફાળો આપેલ છે. તેઓ નિવૃત થતાં શ્રી નિરૂપમાબેન વૈધ નિયુક્ત થયા છે.શાળાના અનુભવી સિનિયર શિક્ષિકા શ્રી નિર્મળાબહેન મહેતા "સુપરવાઇઝર" તરીકે સેવાઓ આપે છે. શ્રી નર્મદાબહેન રાવલ નિવૃત થતાં શ્રી ડી.બી. કલથિયા સુપરવાઇઝર તરીકે નિયુક્ત થયા છે. અનુભવી ,નિષ્ણાત,નિષ્ઠાવાન શિક્ષક ભાઇ બહેનો ઉ.મા. માં. અનિલ કંસારા, એચ. બી. સંઘવી , એલ.વી.શાહ, એમ.એચ.બુધ્ધદેવ, એસ. એચ. ત્રિવેદી,વી.બી.દફતરી, કે.બી.મહેતા,એચ.પી.જાની,ડી.જી.સિદપરા,એલ.એ.હેરભા,બી.ડી. પૂજારા,મા.માં જી.એચ.મિશન,સી.ડી.સરવૈયા. એમ.એમ.શેઠ, બી.કે.જોષી, બી.એન.ત્રિવેદી, બી.પી.આશર, એચ,સી,દોશી, કે.એચ.શાહ, ડી.કે.ડાભી, વી.એમ.મહેતા, એસ.આર.સોનપાલ,એન.વી.પંડ્યા, બી.કે.ગરાસિયા, એસ.એમ.સતવારા, વી.એચ.ગોડેચા, જે.સી.પંડયા, સી.જી.ભટ્ટ, બી.એફ.મણીયાર, ટી.સી.મહેતા, એસ.એમ.શેઠ, પી.કે.પંડયા, એચ.વી.હરગણ, એન.જે.મહેતા, ડી.કે.શાહ, એસ.જે.ભણશાલી, જી.ટી.મહેતા, ડી.સી.દાણીધારિયા, એન.જે.બગા, એમ.કે.સેવક, વી.એમ.મહેતા, એચ.એ.ઝાલા, જે.એન.ઓઝા, એમ.એચ.પંડયા, કે.પી.ત્રિવેદી, આર.પી.દવે દ્વારા શિક્ષણ કાર્ય સંપન્ન થઇ રહયું છે.
શાળાના સંચાલનમાં સોસાયટીના કાર્યદક્ષ માનાર્હ મંત્રીશ્રી શ્રી છબીલભાઇ સંઘવી, માનાર્હ સહ મંત્રીશ્રીઓ શ્રી ન્યાલચંદભાઇ વોરા, શ્રી મધુસૂદનભાઇ વોરા, અને શ્રી દુલેરાયભાઇ સંઘવીનું માર્ગદર્શન તથા સ્થાનિક સલાહકાર સમિતિના સર્વ સભ્યશ્રીઓનો સંપૂર્ણ સક્રિય સહયોગ પ્રાપ્ત થાય છે.