શ્રી સર્વોદય એજ્યુંકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજ, શ્રી જમનાદાસ પ્રભાશંકર શેઠની ઉદાત ભાવના અને દીર્ધદ્રષ્ટિથી વાણીજ્ય અભ્યાસની ભાવી જરૂરીયાત સમજી વર્ષ ૧૯૬૨ થી શરૂ કરવામાં આવી. આ પાંચ દાયકાના એકાવન વર્ષમાં અનેક સિધ્ધિઓ આ સંસ્થાઅએ હાંસલ કરેલ છે.પ્રગતિના પ્રસ્થાનના અનેક સીમા ચિન્હો પ્રાપ્ત કરેલ છે,જે આ કોલેજનું અસાધારણ ગૌરવ છે.
કોલેજની વિશેષતાઓ
કોલેજની પ્રવૃતિઓઃ
કોલેજમાં અપાતુ શિક્ષણ માત્ર માહિતી મુલક ન રહેતા યુવાન વિદ્યાર્થીઓના બૌદ્યિક અને ધાર્મિક વિકાસમાં પણ સહાયભૂત થઇ રહે એ ઇરાદે શિક્ષણેતર મુખ્ય પ્રવૃતિ સાથે પુરક અંગરૂપે શિક્ષણેતર પ્રવૃતિઓનું આયોજન કોલેજ કક્ષાઅએ થાય અને વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસના વિવિધ પાસાઓના સમુચિત વિકાસ સાદ્યી શકાયએ આશયથી કોલેજમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે.
વ્યક્તિત્વ વિકાસ પ્રવૃતિઓઃ
વિદ્યાર્થીમાં રહેલી શક્તિ અને નિખારવા માટે કોલેજ કક્ષાએ વર્ષ દરમ્યાન સામાન્ય જ્ઞાન કસોટી, નિબંધ લેખન, વક્ર્ત્વ સ્પર્ધા, ચર્ચા, પરિસંવાદ (ડીબેટ), રંગોળી સ્પર્ધા, તેમજ નવરાત્રિ મહોત્સવ વગેરેનું આયોજન કરવામાં આવે છે. તેમજ વિશ્વ એઇડ્સ દિન, પર્યાવરન દિન, ગ્રાહક સપ્તાહ વગેરેની ઉજવણી કરવામાં આવે છે.