આજ થી ૫૩ વર્ષ પહેલા મોરબીના રાજવી પરિવારના આર્થિક યોગદાન અને મોરબિ, મુંબઇ વસતા મોરબીનાં શ્રેષ્ઠિ ના પ્રયાસોથી આ કોલેજની શરૂઆત થઈ. અને દિન પ્રતિદિન પ્રગતી કરી સમાજને ઉચ્ચ ડોકટરો અને એન્જીનીયરો આપેલ છે. હાલમાં છેલ્લા ચાર વર્ષથી સ્નાતકનો કોર્ષ અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે છે. અને આમ આ કોલેજ અંગ્રેજી માધ્યમની કોલેજ બનેલ છે.
મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ એ આ પંથકની એક માત્ર સાયન્સ કોલેજ છે. અને સમગ્ર્ સૌરાષ્ટ્રમાં જીલ્લા મથક પર આવેલી એક માત્ર કોલેજ છે. જ્ઞાન સરવાણીના પરબ સમી આ કોલેજમાં સામાન્યતઃ ગ્રામીણ સમુદાયના વિધાર્થિઓ ભણયા છે અને ભણતા રહેલા છે સરકારી કે બિન સરકારી કે ઔધોગીક શ્રેત્રમાં જેમણે નામના મેળવી છે એવા અનેક લોકો આ કોલેજમાં ભણી ચુકયા છે. મોરબી શહેરના મોટા ભાગના ડોકટર્સ પ્રિ. સાયન્સના સમયમાં આ કોલેજમાં અભ્યાસ કરેલો.
હેતુ (મિશન)
‘નેક’ દ્વારા આ કોલેજને ‘B’ ગ્રેડ પ્રાપ્ત થયેલ છે, જે કોલેજનું ગૌરવ છે.
આ કોલેજની ત્રેપન વર્ષની યાત્રામાં અનેક સીમાચિન્હ સિધ્ધિઓ છે. કોલેજનુ. સંચાલન કરતી સોસાયટીના મહાનુભાવોની હકારાત્મક દ્રષ્ટિમાંથી આવું વાતાવરણ ઉભું થયેલ છે. શ્રિ સર્વોદય એજયુકેશન સોસાયટીના પ્રમુખશ્રી છબીલાલભાઇ સંઘવી, માનાર્હ મંત્રી શ્રી પ્રદિપભાઇ વોરા, શ્રી રજનીકાંત એસ. મહેતાનું સતત મર્ગદર્શન મળતું રહે છે. તેમજ કોલેજ પ્રવૃતિમાં તેઓશ્રી હંમેશા રસ લે છે. તેમની સુઝભરી દ્રષ્ટિનો લાભ કોલેજને વિકાસનાં પંથે દોરવામાં સંપૂર્ણ યોગદાન મળતુ રહે છે. આ કોલેજના આચાર્ય શ્રી. પી. કે. પટેલ સતત દરેક શૈક્ષણિક પ્રવૃતિને પ્રેરણા આપતા રહે છે.