Home   Shree U.N. Mehta Arts College
Shree U.N. Mehta Arts College

શ્રી સવૉદય ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આટૅસ કોલેજ, વષૅ ૧૯૫૯-૬૦ થી કાયૅરત છે. જેનુ ઉદ્‌ઘાટન તા.૧૫-૬-૧૯૬૦ ના રોજ  મોરબી વિસ્તાર ના તત્કાલીન ધારાભ્યશ્રી તથા ગાંધી માનનીયશ્રી ગોકળદાસભાઇ પરમાર ના હસ્તે થયેલ. આ પાંચ દાયકા ના ૫૩ વષૅમા અનેક સિધ્ધિઓ આ સંસ્થાએ હાંસલ કરેલ છે. પ્રગતિ પ્રસ્થાપના અનેક સીમા ચિન્હો પ્રાપ્ત કરેલ છે, જે આ કોલેજનુ અસાધારણ ગૌરવ છે.

શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજની સ્થાપના ૧૯૬૦ મા ઉચ્ચ શિક્ષણ દ્વારા સમાજના સારા નાગરિકોનુ પ્રદાન કરવાના ધ્યેય સાથે આ શરૂઆત કરવામા આવેલ, સંસ્થામા અત્યાર સુધીમા સીમાચિન્હ રૂપી ઘટનાઓ બની છે. તેને વર્ણવવામા અમે ગૌરવ અનુભવીએ છીએ.

  1. નેક દ્વારા આ કોલેજને ‘B’ ગ્રેડ પ્રાપ્ત થયેલ છે, જે કોલેજનુ ગૌરવ છે.
  2. આ સંસ્થાના N.S.S. વિધાર્થીઓ દ્વારા મોરબી તાલુકાના નારણકા ગામને સંપૂણ સાક્ષર બનાવવામા આવેલ છે.
  3. આ સંસ્થા અતર્ગત બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સેન્ટરની સ્થાપના કરવામા આવેલ છે. જેમા નોકરી કરતા તથા આ કોલેજના અન્ય વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવાની તક મળે છે.
  4. ઈન્ફોરમેશન ટેકનોલોજી કોમ્યુનીકેશન સ્ટડીસેન્ટરની સ્થાપના કરવામા આવેલ છે. જેમા આજના યુગની જરૂરીયાત માટે કોમ્પ્યુટરનુ સામાન્ય જ્ઞાન આપવામા આવેછે.
  5. કેટલીક ઉચ્ચતમ જગ્યાઓ આ કોલેજના વિધાર્થીઓ શોભાવે છે. જેવી કે મેજીસ્ટ્રેટ, વાઈસ ચાન્સેલર, પ્રિન્સીપાલ, અધ્યાપક, બેંક મેનેજર ઈન્સપેકટર, ચીફ ઓફિસર જેવી ઉચ્ચ પદવીઓ આ કોલેજના વિધાર્થી ભાઈ – બહેનો શોભાવી રહયા છે.
  6. આ કોલેજની વિધાર્થીની કીર્તિ બી. કાજીયાએ લિમકા બુક ઓફ નેશનલ રેકોર્ડ વર્ષ ૨૦૦૯ મા નામ નોધાવી સિધ્ધી પ્રાપ્ત કરેલ છે. જેમા આખે પાટા બાધી એક હાથેમા આઠ કાતર વડે વાળ કાપવાની અનોખી શૈલીની વિશેષતાની આગવી કળા નિપણતા અંગે તેની આ વિશેષ સિધ્ધી માટે મોરબીની શ્રી યુ. એન. મહેતા આર્ટસ કોલેજ અને સૌરષ્ટ્ર યુનિવર્સિટીનુ રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરતા શ્રી સર્વોદય એજયુકેશન સોસાયટી સંસ્થાનુ નામ રોશન કરેલ.
  7. આ કોલેજના વિધાર્થી પરમાર હાર્દિક ટી. તેમનો આગવી મૌલીક થી બોટમમા વિવિધ મોડલ બનાવી પ્રદશિત કરેલ છે. જેને ઈ.ટી.વી. તથા અન્ય ટી.વી. ચેનલમા બહોળી પ્રસિધ્ધિ મળેલ છે.